ગુજરાતમાં પાન-ગલ્લાની દુકાનોને લઈને આવ્યા મોટા સમાચાર, તમાકુ શોખીનોને રડવાનો વારો આવશે- જાણો વિગત

 

કોરોનાના વધતા કેસને લઈને ગુજરાત સરકાર દ્વારા અજીતનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે

રાજ્યના CMO અશ્વિની કુમારે આજે ફેસબુકના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં ગુજરાતમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેના વિશે અગત્યની જાહેરાત કરી હતી. ગ્રીનઝોનમાં જનજીવન યથાવત કરાશે પણ રેડ ઝોનમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે.

સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.