પવન સાથે ગુજરાતમાં હળવાથી ભારે માવઠાની પરેશ ગોસ્વામીની આગાહી, આ ભાગો વધુ પ્રભાવિત થશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા 2 માર્ચ એટલે કે શનિવારે ક્યાં કેવું માવઠું થઈ શકે છે તે અંગેની આગાહી કરવામાં આવી છે. માવઠા સાથે પવનની ગતિ રહેવાથી તેમણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.અમદાવાદઃ ગુજરાતમાં 2 માર્ચના દિવસે જે માવઠું થવાની આગાહી છે તે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તેમણે આ આગાહી સાથે માવઠું કયા ભાગોમાં થઈ શકે છે તેની કેવી અસરો રહેશે અને પવનની ગતિ કેવી રહી શકે છે તે અંગે વાત કરી છે. પરેશ ગોસ્વામીએ આ માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે અગાઉ તેમણે ખેડૂતોને માવઠાથી પાકને થનારા નુકસાનથી બચવા માટેની સલાહ આપી હતી. જે તૈયાર પાક ખેતરમાં હોય તેને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા માટેની સલાહ આપી હતી.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, શુક્રવારે મોડી રાતથી રાજ્ય પરથી એક અસ્થિરતા પસાર થવાની સંભાવનાઓ છે. હાલ રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાટાં વાદળો જોવા મળી રહ્યા છે.

શુક્રવારની રાત અને શનિવારની સવારના સમયે કચ્છ અને ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે કેટલાક ભાગોમાં તીવ્ર માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

2 માર્ચના દિવસે રાજ્યના ઘણાં ભાગોમાં દિવસભર વરસાદ થઈ શકે છે, તેમણે શનિવારે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટાં થઈ શકે છે.આ સાથે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાંની શક્યતાઓ છે.રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ હળવા ઝાપટાં થઈ શકે છે. આ સાથે ડાંગમાં 2 માર્ચની રાત્રે ઝાપટાં થઈ શકે છે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. માવઠાની સંભાવના સાથે પવનની ગતિ અંગે પણ તેમણે વાત કરી છે.પરેશ ગોસ્વામી જણાવે છે કે, 2 માર્ચના રોજ પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે. પવનની ગતિના કારણે કેટલાક નુકસાનો થઈ શકે છે. 3 માર્ચથી પવનની ગતિ ઘટીને 12-15 kmphની થઈ શકે છે.પવનની ગતિના કારણે ઊંચાઈવાળા પાક હોય જેવા કે ઘઉં, શિયાળુ બાજરી, જુવાર, મકાઈ, તુવેરને પવનની ગતિના કારણે નુકસાન થઈ શકે છે.

સિવાય ઘણાં, જીરું, ઘઉં, રાયડો, વરિયાળી જેવા પાકોને લણવાનો સમય થયો છે ત્યારે વરસાદના કારણે પાકને નુકસાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.