ગુજરાતથી જ PM મોદીનો રેકોર્ડ નબળો, પર્યાવરણ બચાવો: EIA ડ્રાફ્ટ વિશે સોનિયા ગાંધીએ કર્યો વાર

 

કેન્દ્ર તરફથી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા પર્યાવરણીય પ્રભાવ આકારણી (EIA) 2020 ડ્રાફ્ટની ચારેતરફ ટીકા થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓથી લઈને પર્યાવરણનો મુદ્દો ઉઠાવવાવાળા સામાજિક કાર્યકર્તા પણ આનો વિરોધ કરી રહ્યા છે. હવે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દા પર એક લેખ લખ્યો છે જેમાં તેમણે મોદી સરકારની આ નીતિની કડક ટીકા કરી છે.

એક અંગ્રેજી અખબારમાં સોનિયા ગાંધીએ લખ્યુ, જો તમે પ્રકૃતિની રક્ષા કરશો તો તે તમારી રક્ષા કરશે. તાજેતરમાં જ દુનિયામાં કોરોના વાઈરસનો જે સંકટ પેદા થયો છે તે માનવોને એક નવી શીખ આપે છે, એવામાં આપણી ફરજ છે કે આપણે પર્યાવરણની રક્ષા કરીએ.

સોનિયાએ લખ્યુ, આપણા દેશે વિકાસની રેસ માટે પર્યાવરણની બલિ આપી દીધી છે પરંતુ આની પણ એક મર્યાદા નક્કી થવી જોઈએ. છેલ્લા 6 વર્ષમાં આ સરકારનો રેકોર્ડ એવો જ રહ્યો છે જેમાં પર્યાવરણને લઈને રક્ષા કરવા પર વિચાર નથી, આજે દુનિયામાં આ મામલે આપણે ઘણા પાછળ છીએ. મહામારીના કારણે સરકારે વિચાર કરવાનો હતો પરંતુ તેને અવગણવામાં આવી રહ્યુ છે.

કોંગ્રેસ અધ્યક્ષે નિશાન સાધતા કહ્યુ કે પહેલા કોલસાની ખાણોની વાત હોય કે હવે પછી EIAનુ નોટિફિકેશન, કોઈની પણ સલાહ લેવામાં આવી રહી નથી. ગુજરાતના સીએમ તરીકે અત્યાર સુધી નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ પર્યાવરણને લઈને ખરાબ રહ્યો છે, હજુ પણ સરકાર ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસના નામ પર નિયમોના ધજાગરા ઉડાવી રહી છે.

પર્યાવરણ સિવાય સોનિયા ગાંધીએ આદિવાસીઓના મુદ્દા પર પણ સરકારને ઘેરી, કોંગ્રેસ અધ્યક્ષે લખ્યુ કે યુપીએ એ જે એક્સ પાસ કર્યો હતો તેને સરકારે બદલી દીધો. ઈન્દિરા ગાંધી લાંબા સમયથી જંગલોના બચાવના મુદ્દો ઉઠાવતા રહ્યા, કોંગ્રેસ પણ તે જ વિશે આગળ વધી છે.

સોનિયાએ લખ્યુ કે કેન્દ્ર સરકારે રિફૉર્મના નામે માત્ર અમીર ઉદ્યોગપતિઓનો ફાયદો કર્યો છે પરંતુ હવે સમય છે જ્યારે આપણે પબ્લિક હેલ્થમાં રોકાણ કરવુ પડશે.

કોંગ્રેસ અધ્યક્ષની માગ છે કે નાના વેપારીઓને સબસિડી આપવી જોઈએ, નવી પર્યાવરણ નીતિ લાવવાનો કોઈ વિરોધ નથી કરી રહ્યુ પરંતુ આને વૈજ્ઞાનિક રીતે લોકો અને એક્સપર્ટ સાથે વાત કરીને લાવવી જોઈએ. તમે અવિરલ ગંગા વિના નિર્મળ ગંગા બનાવી શકો નહીં. સોનિયા ગાંધી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી ચૂક્યા છે અને આ નવા ડ્રાફ્ટને સરકારની લૂંટ બતાવી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.