અરબી સમુદ્રમાં સર્જાયેલી લો-પ્રેસર સિસ્ટમે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વાવાઝોડાનું નામ ‘ક્યાર’ વાવાઝોડુ છે. પશ્ચિમ દક્ષીણ પશ્ચિમ મહારાષ્ટ્રથી 210 કિલોમીટર દૂર આ વાવાઝોડુ સક્રિય થયું છે. ‘ક્યાર’ વાવાઝોડુ 6 કલાકે 7 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત તરફ આવતા આ સંકટના કારણે આગાઉથી જ સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્રારકાના દરિયામાં આ વાવાઝોડાની અસરના કારણે કરંટ જોવા મળી રહ્યો છે.
આગામી 12 કલાકના સમયમાં આ વાવાઝોડુ વધારે મજબુત બનેશે. તેથી દરિયામાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં રહેલા કરંટના કારણે પોરબંદર સહિતના દરિયા કિનારાઓ પર તંત્ર દ્વારા 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ વાવઝોડુ ઓમાન તરફ ફંટાઈ શકે તેવી શક્યતાઓ છે પરંતુ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયામાં વધારે કરંટ હોવાના કારણે દરિયા કાંઠે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આ વાવાઝોડાની અસરના કારણે જ હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં વાવાઝોડાની અસરના કારણે દ્વારકાના સલાયા, વાડીનાર, ભોગતા, નાવદ્રા બેટના બદરો પર રહેલા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. દરિયામાં રહેલી બોટોને પણ વહેલામાં વહેલી તકે નજીકના બંદરે આશરો લેવાની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. જેથી પોરબંદરની 500 જેટલીમાંથી કેટલીક બોટો વેરાવળ અને ઓખાના બંદરે પહોંચી હતી અને પોરબંદરના દરિયા કિનારે 300 જેટલી બોટ પરત ફરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.