ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં હવે ગમે તે ઘડીએ ફેરફારની શક્યતા વર્તાઈ છે. આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અલગ અલગ સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક વાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.
ગુજરાત ભાજપમાં પ્રદેશમાં ફેરફારને લઈને ફરી એક વખત ચર્ચા ચાલુ થઇ ગઈ છે. એક તરફ સંગઠનમાં ફેરફારની ઘડીઓ ગણાતી હતી. પરંતુ પહેલા રાજ્યની ૬ બેઠક પર પેટા ચુંટણી બાદમાં દિલ્હીની ચુંટણી અને એ પછી હતી ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત. આમ અલગ અલગ કારણોસર સંગઠનની કામગીરી પર બ્રેક વાગી જતી. પરંતુ પરંતુ હવે આ તમામ કાર્યક્રમ પૂર્ણ થઇ જતા હવે પાર્ટીના નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે. પરંતુ કે હવે સંગઠનમાં ફેરબદલ થઇ શકે છે. અલગ અલગ સ્થિતિઓ હાલમાં નિર્માણ પામેલી છે તેની પર નજર કરીએ તો,
હાલમાં પ્રદેશ સંગઠનમાં પદાધિકારીઓ કાર્યવાહ તરીકે કાર્યરત છે. આમ તો દેશના લગભગ રાજ્યમાં સંગઠનની સહરચના થઇ ગઈ છે. પરંતુ ગુજરતમાં જ બાકી છે. ગુજરાતમાં કેવા ફેરફાર કરવા તે નિર્ણય માત્ર મોદી-શાહ જ નક્કી કરવાના છે. ત્યારે પોતાના જ રાજ્યને કાર્યવાહ તરીકે ચલાવવામાં આવી રહ્યું છે જે એ સ્થિતિ તરફ ઈશારો કરે છે કે બધું બરાબર નથી અને રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ થઇ શકે છે. ભલે પછી એ સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરી કોઇપણ મંત્રીને સંગઠનમાં લાવી દેવામાં આવે. કોઇપણ એક જ નેતાના હાથની જો વાત હોત તો અત્યાર સુધી સંગઠનમાં થનારા ફેરફારને જાહેર કરી દેવામાં આવ્યું હોત પણ અત્યારે સ્થિતિ એ નથી જેના કારણે જ સંગઠનની કામગીરી અટકેલી પડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.