ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાની સંખ્યા 1 લાખને પાર

– છેલ્લા 11 દિવસમાં 72 હજારથી વધુ લોકો ક્વોરન્ટાઇન

 

ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 1,16,470 લાખ લોકો હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. મે મહિનાના પ્રારંભે ગુજરાતમાં ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યા 43875 હતી.

આમ, ગુજરાતમાં 1 મેની સરખામણીએ 10 મેના ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં 72595નો વધારો થયો છે. ગુજરાતમાં હાલ 1.09 લાખ લોકો હોમ ક્વોરન્ટાઇન 5847 સરકારી સુવિધામાં ક્વોરન્ટાઇન જ્યારે 407 ખાનગી સુવિધામાં ક્વોરન્ટાઇન છે.

અમદાવાદમાંથી સૌથી વધુ 29461 ક્વોરન્ટાઇન થયાનું સામે આવ્યું છે. સૌથી વધુ લોકો ક્વોરન્ટાઇન થયા હોય તેવા જિલ્લામાં રસપ્રદ રીતે બનાસકાંઠા બીજા સ્થાને છે. બનાસકાંઠામાં 14870 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાંથી ભાવનગરમાંથી 671, ગાંધીનગરમાં 853, કચ્છમાં 5689, રાજકોટમાં 2490, સુરતમાં 3378, વડોદરામાં 2122 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે.

જે જિલ્લામાં સૌથી ઓછા લોકો ક્વોરન્ટાઇન થયા હોય તેમાં છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે જ્યાં એક પણ વ્યક્તિ ક્વોરન્ટાઇન નથી. આ સિવાય તાપીમાં માત્ર 10 લોકો જ ક્વોરન્ટાઇન થયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.