ગુજરાતના રાજકારણમાં ભાજપ- કોંગ્રેસને હંફાવવા આમ આદમી પાર્ટી કરી રહી છે તૈયારીઓ

આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી રાજકારણની શરૂઆત કરશે. ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની નબળાઈનો લાભ લઈને પગ જમાવવાની કોશિશ કરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન લેવા આપની તૈયારીઓ કરી રહ્યુ છે. દિલ્હીમાં જીત પછી ગુજરાત આપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવીંદ કેજરીવાલ બિહારમાં પણ પાર્ટીનું કામકાજ શરૂ કરશે

કોશિશ કરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસનું સ્થાન લેવા આપની તૈયારીઓ કરી રહ્યુ છે. દિલ્હીમાં જીત પછી ગુજરાત આપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવીંદ કેજરીવાલ બિહારમાં પણ પાર્ટીનું કામકાજ શરૂ કરશે.

2014ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં લોકોને જોડવા માટે આમ આદમી પાર્ટીએ કેમ્પેઈન કર્યુ હતુ. લોકોને પત્રિકાઓ થકી તેમજ મિસ્ડ કોલ અભિયાનથી જોડવા પ્રયાસ કર્યો હતો. 2014માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સરવે કર્યો હતો. જે તે સમયે ગુજરાતમાં ભાજપનો ચાહક વર્ગ વધારે હોવાથી કેમ્પેઈન ઢીલું પડ્યુ હતુ.

2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કર્યુ

આમ આદમી પાર્ટી સાથે જીગ્નેશ મેવાણી, કનુભાઈ કલસરિયા જેવા નેતાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ લોકોના મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પંજાબની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. પંજાબની ચૂંટણીમાં હાર થતા આમ આદમી પાર્ટી હિંમત હારી ગઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.