રાજ્યસભાની ચૂંટણી પહેલા કોગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યોના રાજીનામાની વાતની વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અંતે પૃષ્ટી કરી છે.પ્રવીણ મારૂ, જે.વી.કાકડીયા, સોમા પટેલ, અને પ્રદ્યુમન સિંહ જાડેજાએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ચારેય સભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. કોંગ્રેસમાંથી ચાર ધારાસભ્યોના રાજીનામા મળ્યાની વાતનો સ્વીકાર કર્યા બાદ
વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે ચારેય ધારાસભ્યોના મળેલા રાજીનામાનું પહેલા વેરિફેકશન કર્યા બાદ તેમનો સ્વીકાર કર્યો છે. આમ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલી પૃષ્ટી બાદ કોંગ્રેસ માટે રાજયસભાની ચૂંટણી હાથમાંથી નીકળી ગઇ છે.
કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામા આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેમાંથી વિધાનસભા અધ્યક્ષે 4 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.