– ગુજરાતનો રિકવરી રેટ 41 ટકાથી પણ વધુ નોંધાયો : ટોપ બે રાજ્ય મહારાષ્ટ્ર અને તમિલાનાડુથી પણ વધારે
ગુજરાતમા આજે એક સાથે 239 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે અને આ સાથે ગુજરાતમાં રીકવરીનો રેટ વધીને 41.5 ટકા થયો છે. હાલ ગુજરાતમાં એકટિવ કેસ 6379 છે અને જેની સામે રીકવર થયેલા દર્દીની સંખ્યા 5043 છે.
ગુજરાત સરકાર દ્વારા આજથી ગુજરાતમાં અમદાવાદ-સુરતને બાદ કરતા તમામ જિલ્લામાં અનેક છુટ આપી ધંધા-વેપાર શરૃ કરવાની છુટ આપી દેવાઈ છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં સરકાર હવે રીકવરી રેટ પણ 50 ટકાથી વધુ લઈ જવાના પ્લાન સાથે આગળ વધી રહી છે. હાલ ગુજરાતમાં રીકવરી રીટે 41.5 ટકા થઈ ગયો છે. ગુજરાતમાં દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે પરંતુ બીજી બાજુ રીકવર દર્દીની સંખ્યા પણ વધી રહી છે.
હાલ સમગ્ર ગુજરાતમાં પોઝિટિવ થઈ ચુકેલા દર્દીમાંથી કે નોંધાઈ ચુકેલા કેસમાંથી એકટિવ એટલે કે સારવાર હેઠળ છે તેવા 6379 કેસ છે અને જેની સામે સાજા થઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 5043 છે.
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં આજના દિવસના કેસો સાથે એકટિવ કેસ 5346 છે અને જેની સામે રીકવર થયેલા દર્દીની સંખ્યા 3023 છે. આમ સમગ્ર ગુજરાતની સરખામણીએ હજુ અમદાવાદનો રીકવરી રેટ ઓછો છે અને જે 33.8 છે. જો કે મુંબઈ કરતા અમદાવાદનો રીકવરી રેટ વધારે છે:
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.