સરકારને આરટીઓની આવકમાં કોરોના લોકડાઉનની મોટી અસર વર્તાઈ છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૧૯ના એપ્રિલ-મે મહિનાની સરખામણીમાં રાજ્યની ૩૬ આરટીઓની આવકમાં સરકારને અંદાજે ૬૧૩ કરોડની ખોટ ગઈ છે. કોરોના લોકડાઉનથી એપ્રિલ અને મેમાં આરટીઓની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રાજ્યની ૩૬ આરટીઓને ગતવર્ષે એપ્રિલ અને મે મહિનામાં અંદાજે કુલ ૬૪૯ કરોડની આવક થઈ હતી. ગતવર્ષની સરખામણી આ વર્ષે એપ્રિલ – મે મહિનામાં કોરોના લોકડાઉનને કારણે આરટીઓને ૩૫.૯૭ કરોડની આવક થઈ છે. એકંદરે રાજ્ય સરકારને ૩૬ આરટીઓ થકી મળતી આવકમાં કોરોનાને કારણે ૬૧૩ કરોડની ખોટ ગઈ છે.
લોકડાઉનના બે મહિનામાં તમામ આરટીઓને રૂ.૩૧૧ કરોડની ઓનલાઇન આવક થઈ હતી. વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે, ફિટનેસ અને નવા વાહનોના ટેક્સની આવક બે મહિનામાં થઈ નથી. ફેશલેશ સર્વિસ, કંપનીની બસનો ભરાયેલો ટેક્સની આવક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.