ગુજરાત સરકારે ખાસ કરીને વાર્ષિક ૬ લાખથી ઓછી આવકવાળા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ફીમાં રાહત થાય તે માટે દર વર્ષે સ્કોલરશિપ આપવાની અને એમાં એક હજાર કરોડથી વધુ રકમ ખર્ચવાની નેમ સાથે શરૂ કરેલી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ રૂ. ૭૨૯.૪૫ કરોડ વાપર્યા છે અને કુલ ૧,૮૬,૨૮૬ વિદ્યાર્થીઓને યોજનાનો લાભ આપ્યો છે. તાજેતરમાં યોજાયેલી એક ઉચ્ચકક્ષાની બેઠકમાં આ વિગતો અપાઈ હતી.
આ યોજના સિવાય પણ બીજી બે શિષ્યવૃત્તિ યોજનાઓ છે, જે પૈકી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ સહાય યોજના હેઠળ ૨૦૧૭-૧૮માં ૪,૨૯૮ કન્યાઓને રૂ. ૯૪ કરોડની તથા ૨૦૧૮-૧૯માં ૧,૭૦૦ કન્યાઓને રૂ. ૩૭ કરોડની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી છે. શહીદોનાં, શ્રમિકના, વિધવાઓના અને અનાથ બાળકોને અપાતી મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૨૦૧૭-૧૮માં ૧૨૨ વિદ્યાર્થીઓને રૂ. ૧.૦૩ કરોડની તથા ૨૦૧૮-૧૯માં ૨૦૮ વિદ્યાર્થીઓને રૂ. ૧.૭૦ કરોડની સહાય ચૂકવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.