ગુજરાત સરકારની વધુ એક ભરતીમાં મોટો વિવાદ સામે આવ્યો, 2017ની શિક્ષકની ભરતીમાં….

ગુજરાતમાં હવે સરકારી ભરતીઓ ભ્રષ્ટાચારની પરિભાષા બની ગઈ છે, ત્યારે ફરી સરકારની વધુ એક ભરતીમાં વિવાદ સામે આવ્યો છે. વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા કરાયેલ શિક્ષકની ભરતીમાં 50થી વધુ લાભાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે. 2017માં શિક્ષકની ભરતીમાં બાયો ટેક્નો, બાયો કેમેસ્ટ્રીમાં અન્ય લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં પણ અન્ય લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો બાકીના લાભાર્થીઓ સાથે ગુજરાત સરકારે અન્યાય કેમ કર્યો તેવો મોટો પ્રશ્ન હાલ ઉદ્દભવી રહ્યો છે.

રાજ્યમાં વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા કરાયેલ શિક્ષકની ભરતીમાં 50થી વધુ લાભાર્થીઓ હાલ સરકાર સામે બાંયો ચઢાવી છે. તમામ અન્યાય થયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તમામ વિષય 2014, 2016માં માન્ય તો 2017માં કેમ નહીં. બીજી બાજુ 2019ની ભરતીમાં તમામ વિષય માન્ય રાખવામાં આવ્યા છે. આમ રાજ્ય સરકાર દ્વારા મનફાવે તેમ દર વર્ષે પોતાની મરજી પ્રમાણે વ્હાલા દવાલાની નીતિ અપનાવે તે કેટલું વ્યાજબી છે.વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા કરાયેલ શિક્ષકની ભરતીના લાભાર્થીઓને સરકારે ના છૂટકે કોર્ટના ધક્કાં ખવડાવ્યા હતા. કોર્ટમાં પણ ફાઈનલ હિયરીંગમાં લાભાર્થીઓને પરેશાન થઈ રહ્યાં હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકારે તમામ લાભાર્થીઓ પાસે મેરીટ અને કોલ લેટર હોવા છતાં અચાનક તેમને અટકાવી દેવાયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા કરાયેલ શિક્ષકની ભરતીમાં 50થી વધુ લાભાર્થીઓ સાથે અન્યાય થયો હોવાની ઘટના સામે આવી છે. 2017ના લાભાર્થીઓ માટે કોઈ નિર્ણય લીધા વગર સરકારનું તંત્ર અન્ય ભરતી કરવા જઈ રહ્યું છે, ત્યારે અન્યાયનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ સામે આવ્યા હતા. તેમને સરકારને પુછ્યું હતું કે, બાયો ટેક્નોજી, બાયો કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી.માં અન્ય લાભાર્થીઓનો સમાવેશ તો બાકીના સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? આ તમામ વિષયો 2014, 2016માં માન્ય તો 2017માં માન્ય રાખવામાં કેમ ના આવ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.