ગુજરાતમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિસ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 84 પર પહોંચી ગયો છે. આજે જામનગરની લેબમાં કુલ 9 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંન્ને કેસ પોરબંદરના છે. એક 27 વર્ષીય યુવતી અને 42 વર્ષના યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.
પોરબંદર જિલ્લામાં કોરોનાના 3 કેસ
આ બે નવા કેસની સાથે પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી પોરબંદરમાં એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.
રાજ્યમાં ક્યા જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ – 31 કેસ, 4 રિકવર, 3ના મોત
વડોદરા – 9 કેસ, 1 રિકવર
સુરત – 10 કેસ, 1 મોત, 1 રિકવર
રાજકોટ – 10 કેસ
ગાંધીનગર – 11 કેસ
ભાવનગર – 6 કેસ, 2 મોત
પોરબંદર – 3 કેસ
કચ્છ-મહેસાણા- 1-1- કેસ
ગીર-સોમનાથ – 2 કેસ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.