જામનગરની આર્થિક વૃદ્ધિ જામનગર રિફાઈનરી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ચાલે છે, ત્યારે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જનતાની વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે તૈયાર છે.ગુજરાતને મળશે વધુ એક મહત્ત્વનું નજરાણું. પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવ્યું છે તેનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત. અહીં વાત થઈ રહી છે દેશના અનોખા સાયન્સ સેન્ટરની. જે આકાર પામશે ગુજરાતના જામનગર જિલ્લામાં. સાયન્સ અને ટેકેનોલોજીના ક્ષેત્રમાં આ એક વધુ મોટી છલાંગ સમાન ઘટના બની રહેશે. લગભગ 10 એકર કરતા વધારે જમીનમાં અંદાજે 100 કરોડના ખર્ચે આ સાયન્સ સેન્ટર તૈયાર થશે. જે ગુજરાતની યુવાપેઢી માટે એક ધરોહર સમાન બની રહેશે. જામનગર શહેરમાં અત્યાધુનિક પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય અને પ્રદેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ તેમજ સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને મેથેમેટિક્સ (STEM)ને લોકપ્રિય બનાવવાનો છે. રૂપિયા 100 કરોડના ખર્ચે 10 એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર આ પ્રાદેશિક વિજ્ઞાનકેન્દ્ર જામનગરમાં 2 વર્ષના સમયગાળામાં તૈયાર થશે.પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જામનગરમાં મુલાકાતીઓ વિજ્ઞાનના સંદર્ભમાં જામનગર સિટી, વિજ્ઞાનના મુળભુત સિધ્ધાંતો, ભવિષ્યમાં વૈજ્ઞાનિક ઉન્નતિની કલ્પના અને આરોગ્ય તથા કૃષી વિજ્ઞાન જેવા રસપ્રદ ક્ષેત્રો આધારિત ગેલેરી તૈયાર કરવામાં આવશે. ઉપરાંત 360 ડીગ્રી પ્રોજેક્શન મેપિંગ સીસ્ટમ સાથે ઇમર્સિવ ઇન્ટરેક્ટિવ ફુયુચર ઝોન AR/VR ટેકનોલોજી આધારીત એકઝીબીટ તેમજ સાયન્સ ઝોન-હોલ, વર્ક્શોપ અને એકઝીબીશન એરીયા, કાફેટેરીયા, વિશાળ સેન્ટ્રલ એટ્રીયમ અને 125 બેઠક ક્ષમતા સાથેનું ઓડિટોરિયમ પણ હશે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, જામનગરની ડીઝાઈન ખંભાળીયા દરવાજાના સ્થાપત્ય માંથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલ છે.પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર બનશેઃ
જામનગરની આર્થિક વૃદ્ધિ જામનગર રિફાઈનરી, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ચાલે છે, ત્યારે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર જનતાની વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે તૈયાર છે. તે જામનગર, દ્વારકા, ઓખા અને સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય જિલ્લાઓ સહિત પ્રદેશના તમામ વયના મુલાકાતીઓ વૈજ્ઞાનિક વિકાસને પ્રોત્સાહન આપશે, નવા વિચારો પેદા કરશે પૂરી કરશે.જે માનનીય વડાપ્રધાનના દ્વારા નિર્ધારિત “વિકસીત ભારત”ના વિઝનને અનુરૂપ છે.પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર – જામનગરના ખાત મુહૂર્તમાં વડાપ્રધાન મોદીજી (વર્ચ્યુઅલ), ગુજકોસ્ટ-ગાંધીનગરથી એડવાઇઝર ડો. નરોત્તમ શાહુ, સાયન્ટિફિક ઓફિસર પૂનમ ભાર્ગવા, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટના ડાયરેક્ટર સુમિત વ્યાસ, ગુજકોસ્ટ ટિમ, વિજ્ઞાન કેન્દ્ર – મોરબીના કોઓર્ડીનેટર દીપેન ભટ્ટ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર – ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા તેમજ ટીમ અને જામનગર જિલ્લાની વિવિધ શાળાના 300થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો આ સદકાર્યમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.