ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલ

Rajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે

Gujarat Politics : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. પરિણામે ગુજરાતના નવા રાજ્યપાલ કોની નિયુક્તિ થશે? એ મુદ્દે અટકળો વહેતી થઈ છે. સૂત્રોના મતે, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એકાદ બે દિવસમાં જ ગુજરાતના નવા રાજ્યપાલના નામની જાહેરાત થઈ શકે છે. ત્યારે આ વચ્ચે એક નવી ચર્ચા વહેતી થઈ છે. ગુજરાત ભાજપના રિટાયર્ડમેન્ટ તરફ જઈ રહેલા કેટલાક સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવી શકાય છે. ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે. જેમાં હાલ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નીતિન પટેલ, વિજય રૂપાણીનાં નામ ચર્ચામાં છે. અત્યાર સુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ બન્યા છે.

આ ત્રણ નેતાઓના નામ ચર્ચામાં

ગુજરાત ભાજપમાં હાલ અનેક સિનિયર નેતાઓ એવા છે જે ભાજપ માટે હુકમનો એક્કો જેવા છે. આ સિનિયર નેતાઓને પક્ષે કેટલીક જવાબદારીમાંથી મુક્ત કર્યાં છે. પરંતું હાલ આ નેતાઓને ભાજપ બીજી મોટી જવાબદારી સોંપી શકે છે. ભાજપ હાલ આ નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ તરીકે કારભાર સોંપી શકે છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, નીતિન પટેલ, વિજય રૂપાણીના નામ ચર્ચામાં છે. આ ત્રણેય નેતાઓ ગત સમયે એકસાથે સત્તામાં હતા. વિજય રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા અને તે જ સમયે ભુપેન્દ્ર ચુડાસમા શિક્ષણમંત્રી હતા. ત્યારે આ ત્રણેય સિનિયર નેતા ને જવાબદારી સોંપાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.