શહેરની 1643 શાળાઓમાં 7.65 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકડાઉન-4 બાદ 8 જૂનથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ વગેરેને ખોલવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જોકે શાળાઓ અને કોલેજોને ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો છે. બીજી બાજુ શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે નવા નિયમો અને ગાઈડલાઈન લાવી રહ્યાં છે. એટલે કે બાળકોએ હવે ચોપડાની સાથે સેનિટાઈઝર, માસ્ક અને ગ્લોવ્ઝ પણ સાથે રાખવા પડશે. જોકે રાહતની વાત છે કે ચાલુ વર્ષે ગુજરાતની એક પણ શાળાઓમાં ફી વધારો નહીં કરાશે.
શાળા શરૂ થતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને સાવચેતીનાં દરેક પગલાં ઓનલાઈન સમજાવાશે.બાળકોએ ફરજિયાત ઘરેથી જ નાસ્તો અને પાણીની બોટલ લાવવી પડશે, શાળાના દરેક ક્લાસ માટે રીસેસનો સમય અલગ રહેશે.શનિવારે શાળા હાફ ડેના બદલે ફુલ ડે ચાલશે, રજાઓ ઓછી કરાશે. શાળા શરૂ થતાની સાથે ઓનલાઈન કલાસમાં કરાવેલ અભ્યાસનું પહેલા પુનરાવર્તન કરાવાશે.વિદ્યાર્થીઓએ મર્યાદિત પુસ્તકો અને સ્ટેશનરી લાવવાના રહેશે.જે વિદ્યાર્થીઓ મેડિકલ ફીટ નહિ હશે તેમને ઓનલાઈન ભણાવવામાં આવશે.
શાળાઓમાં ફી વધારો નહીં કરાશે, ફીમાં EMI સિસ્ટમ લાગૂ કરાશે.એન્ટ્રી ગેટ પર થર્મલ સેનિટાઈઝર ટનલ અને થર્મલ સ્ક્રીનીંગ કર્યા બાદ જ સ્ટાફ અને વિદ્યાર્થીઓને એન્ટ્રી અપાશે.શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બે લેયર વાળા માસ્ક અને 2 જોડી ગ્લોવ્ઝ સાથે રાખવાના રહેશેશાળાઓને બે શિફ્ટમાં શરૂ કરાશેશાળાઓમાં સામૂહિક પ્રાર્થના બંધ કરાશે.શાળાઓમાં એકી-બેકી પધ્ધતિ શરૂ કરાશે, ધોરણ પ્રમાણે બેચ બનાવાશે.એક દિવસમાં માત્ર 50% વિદ્યાર્થીઓને બોલાવાશે, એક બેન્ચ પર માત્ર 2 વિદ્યાર્થીઓને બેસાડાશે.દરેક ક્લાસના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં 10 મિનિટનું અંતર રખાશે.પ્લેગ્રાઉન્ડ બાળકો માટે બંધ રખાશે, ક્લાસમાં જ વિવિધ એક્ટિવીટી અને યોગા કરાવાશે.દિવસમાં 2 વખત શાળાઓને સેનિટાઈઝ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.