કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના આંકડા જાહેર કર્યા છે, જેમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં ૩૫.૫ ટકાનો ચિંતાજનક વધારો થયો છે.
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો ક્રમ છે. રાજ્યમાં ૨૦૧૫માં ૩૦૧ કિસાનોએ આપઘાત કર્યા હતા, તે સંખ્યા ૨૦૧૬માં વધીને ૪૦૮ દર્શાવાઈ છે. ગુજરાત માટે શરમજનક બાબત એ છે કે ખેડૂતોનો આપઘાતની સંખ્યા જ્યાં સૌથી વધુ હોય છે એ મહારાષ્ટ્રમાં પણ ટકાવારીમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેલંગાણામાં ૫૪ ટકાનો, છત્તીસગઢમાં ૨૮.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.