ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં સર્જાયેલું જંગી કૌભાંડ ૭ વર્ષ પછી બહાર આવ્યું છે, જેમાં કંપનીનું રૂ.૨૬૨ કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. આ રોકાણ કેનેડાની કાર્નાલાઇટ રિસોર્સીસ ઇન્કોર્પોરેશન નામક બોગસ કંપનીમાં માઇનિંગ પ્રોજેક્ટના નામે થયું હતું, જે કેનેડિયન કંપનીનું હવે ઉઠમણું થવાની તૈયારીમાં છે.
ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસએફસીએ વર્ષ ૨૦૧૩માં કેનેડામાં ભાગીદારીમાં કોસ્ટિક પોટાશનું માઇનિંગ કરવા કાર્નાલાઈટ રિસોર્સીસ કંપનીના ૫૪. ૯૦ લાખ શેર્સ કેનેડિયન ડોલર ૮.૧૫ પ્રતિ શેરના ભાવે કુલ ૪૪.૭ મિલિયન કેનેડિયન ડોલર યાને રૂ.૨૫૦ કરોડમાં ખરીદ્યા હતા. આ મસમોટા રોકાણ દ્વારા જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં ૧૯.૯૮ ટકા હિસ્સો મેળવ્યો હતો. જીએસએફસીએ અને તેના આ બોગસ કેનેડિયન પાર્ટનર કંપનીએ જાહેર કર્યું હતું કે, તેઓ કેનેડામાં વાઈનાડ કાર્નાલાઇટ માઈનિંગ પ્રોજેક્ટ ઊભો કરશે અને કર્મિશયલ પ્રોડક્શન શરૂ થયા બાદ જીએસએફસી ૨૦ વર્ષ સુધી, પ્રથમ તબક્કે ર્વાિષક ૩.૫૦ લાખ ટન અને બીજા તબક્કે ર્વાિષક ૬ લાખ ટન પોટાશ ખરીદશે.
રાજ્યના એક નિવૃત્ત સિનિયર આઈએએસ કહે છે કે, જીએસએફસીની રો-મટિરિયલ તરીકે કોસ્ટિક પોટાશની જરૂરિયાત બહુ ઓછી માત્રામાં છે તથા આ ખનિજ ગુજરાતમાં અને ભારતમાં બહુ આસાનીથી ઉપલબ્ધ હતો અને છે, બીજા શબ્દોમાં આ ખનિજની સહેજેય અછત નથી, છતાં છેક દૂર કેનેડામાં જઈને જીએસએફસી દ્વારા જંગી રોકાણ કરવાનો ઈરાદો જ શંકાપ્રેરક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.