અમદાવાદ જિલ્લાપંચાયતની બે અને અને તાલુકા પંચાયતોની 27 બેઠકનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. જિલ્લાના ત્રણ મુખ્ય મથકોએ મતગણતરી હાથ ધરાઈ હતી. પેટાચૂંટણીઓમાં પણ ભાજપની ખીલ્યું હતું. ભાજપે જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓમાં 33માંથી 29 સીટો હાંસલ કરી છે.
જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીઓના પરિણામો બાદ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને રાજ્યની જનતાનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ભાજપના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકરોનો આભાર.. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે.
લગભગ 12 વાગ્યા પહેલા તમામ જગ્યાએના પરિણામ આવી જશે તેવી ધારણા છે. આ મતગણતરીના સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અત્યાર સુધી આવેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો, જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપે જીત પણ મેળવી લીધી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો છે.
અમદાવાદની 3 બેઠકોમાંથી 2 પર ભાજપ હાર્યું
અમદાવાદ જિલ્લા પંચાયતની બે અને વિરમગામ તાલુકા પંચાયતની એક એમ મળીનેકુલ ત્રણ બેઠકોની રવિવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આજે હેબતપુર, શિયાળ અને ઓગાણ બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં બે બેઠકો પર કોંગ્રેસે સત્તા કાયમ કરી છે. હેબતપુર અને શિયાળ બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.