ગુજરાતના તમામ શિક્ષકો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે

ગુજરાત સરકારે કોરોના મુદ્દે સીએમ રાહત ફંડમાં સહાય આપવા માટે અપીલ કરી છે ત્યારે રાજ્યના તમામ શિક્ષકો તેમના એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે.

રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ તેમનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત નીધિમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે.

રાજ્યની તમામ સ્કૂલોના આ શિક્ષકોના એક દિવસના પગાર પેટે રૃપિયા ૪૫.૩૪ કરોડની માતબર રકમ એકઠી થશે.

આ શિક્ષકોમાં સરકારની પ્રાથમિક સ્કૂલોના તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત નગરપાલિકાઓ હસ્તકની પ્રાથમિક શાળાઓના અંદાજે ૨.૧૩  લાખ શિક્ષકો છે જેમાના પગારની કુલ રકમ ૩૪.૨૦ કરોડ થશે . જ્યારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૬૩ હજાર જેટલા શિક્ષકો છે જેઓના એક દિવસના પગારની રકમ ૧૧.૧૬ કરોડ રૃપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.