ગુજરાતમાં ફરવા માટેની નવી જગ્યા! રણ બાદ હવે પ્રવાસીઓને બોર્ડર પર ફરવા લઈ જશે સરકાર

રણોત્સવને કારણે રેતીનો રણપ્રદેશ હવે આખી દુનિયામાં પ્રખ્યાત બની ગયો છે. સફેદ રણની સાથે હવે પ્રવાસીઓને કચ્છની બોર્ડર જોવાનો પણ મોકો મળશે. કચ્છના રણોત્સવથી સરકારને 5 કરોડની આવક થઈ છે. ત્યારે ગુજરાત સરકાર હવે પ્રવાસીઓ માટે નવું નજરાણું લઈ આવી છે. રણ બાદ સરકાર હવે પ્રવાસીઓને ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરવા લઈ જશે.

કચ્છા કોટેશ્વર નજીક લક્કીનાળામાં ભારતમાં પ્રથમ વખત સમુદ્રી સીમાદર્શનનો આરંભ કરાયો છે. આમ, રણ, દરિયો અને હવાઈ સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાયું છે. ગુજરાત નહીં પણ દેશભરમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનની કચ્છથી શરૂઆત કરવામાં આવી છે. કોટેશ્વર નજીક આવેલા લક્કીનાળા ખાતે બોર્ડર ટુરિઝમને વિકસાવાયું છે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું.

બોર્ડર ટુરિઝમમાં શું શું હશે
બોર્ડર ટુરિઝમના ભાગરૂપે બોટ રાઈડ શરૂ કરાઈ છે. જેમાં લક્કીનાળામાં સજાવેલી બોટમાં જઇ રહેલા અધિકારીઓ અને સહેલાણીઓ મઝા માણી હતી. હવે પ્રવાસીઓ આ મજા માણશે. આગામી સમયમાં આ સ્થળે ફ્લોટિંગ જેટી, કચ્છી ભૂંગા સહિતના વિકસાવાશે. લક્કીનાળામાં હવે ફ્લોટિંગ જેટી, મરીન સેન્ટર, કચ્છી ભૂંગા સહિતના આકર્ષણ પણ ઉમેરાશે.

કચ્છ રણોત્સવથી સરકારને તોતિંગ કમાણી
કચ્છના રણોત્સવથી સરકારને અધધધ 5 કરોડની આવક થઈ છે. 2 વર્ષમાં 9 લાખ જેટલાં પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. જોકે, રણમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. 2 વર્ષમાં માત્ર 12,500 વિદેશીઓએ મુલાકાત લીધી છે. પરંતું સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. વર્ષ 2022માં 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. 2023માં 7 લાખ 28 હજાર 614 પ્રવાસીઓ રણોત્સવમાં પહોંચ્યા છે. પ્રવાસન મંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જવાબ આપ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.