ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા, ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમે ગુજરાત યુનિ.ની મુલાકાત લીધી

ગુજરાત યુનિવર્સીટીની વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ અદા કરી રહેલ વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. ઘટના બન્યાના ત્રીજા જ દિવસે ઘી ગામ્બિયા હાઈકમિશનની ટીમ તેમના દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ નિરીક્ષણ અને બેઠક માટે પહોંચી હતી

ગુજરાત યુનિવર્સિટીમાં 16 માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં થયેલ મારામારીના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે, ત્યારે ધી ગામ્બિયા હાઈકમિશનની ટીમ ગુજરાત યુનિવર્સિટી પહોંચી હતી. ટીમે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓની સ્થિતિ અને સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી સાથે જ કુલપતિ સાથે બેઠક પણ કરી.

ગુજરાત યુનિવર્સીટીની વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ અદા કરી રહેલ વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના પડઘા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પડ્યા છે. ઘટના બન્યાના ત્રીજા જ દિવસે ઘી ગામ્બિયા હાઈકમિશનની ટીમ તેમના દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ નિરીક્ષણ અને બેઠક માટે પહોંચી હતી.

ટીમે ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સુરક્ષિત અનુભવી રહ્યા છે કે નહીં ? રહેવાની વ્યવસ્થા કેવી છે ? સહિતની બાબતો પર ચર્ચા કરી હતી. બાદમાં ટીમે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ નીરજા ગુપ્તા સાથે બેઠક કરી હતી. બેઠક બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ ગામ્બિયા હાઈકમિશન ખુશ છે. DCM તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિની ટીમે યુનિવર્સિટી તેમજ વ્યવસ્થા અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને હકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયા છે.

અફઘાન કાઉન્સલ જનરલ પણ અમદાવાદ આવશે

16 માર્ચે બનેલ ઘટનામાં તેમજ જે વિદ્યાર્થીઓની રૂમમાં તોડફોડ થઈ છે, તે વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનના હતા. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ તેમના દેશના પ્રતિનિધિઓ સુધી ઘટનાની જાણ કરી હતી. જે બાદ આગામી શુક્રવારે અફઘાનિસ્તાનના કાઉન્સલ જનરલ અમદાવાદ આવશે. જ્યાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને રાજ્યના પોલિસ વડા સાથે બેઠક કરે એવી શક્યતાઓ જોવાઇ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.