ગુજરાતની યુનિવર્સિટી અને કોલેજોમાં 15 એપ્રિલથી 16મે સુધીનું ઉનાળુ વેકેશન જાહેર

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આંતરિક બેઠક અને ચર્ચા બાદ લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં 15 એપ્રિલથી 16 મે સુધીનું ઉનાળુ વેકેશન રહેશે.

જોકે સરકારે યુનિવર્સિટી કોલેજોની પરીક્ષાઓને લઈને કોઈ જાહેરાત કરી નથી કે કોઈ પણ નિર્ણય હજુ સુધી લીધો નથી. સરકારે આ મુદ્દે સ્પષ્ટતા ન કરી પરીક્ષાઓનો નિર્ણય યુજીસી ઉપર છોડ્યો છે.

લોકડાઉનને પગલે આ વર્ષે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એકેડેમિક કેલેન્ડરમાં મોટો ફેરફાર થયો છે. દર વર્ષે મોટા ભાગે માર્ચ અને એપ્રિલમાં સેમેસ્ટર પરીક્ષાઓ લેવાની હોય છે અને મે મા પરિણામો જાહેર થયા બાદ 12 કે 15 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય છે અને ઉનાળુ વેકેશન જૂન સુધી રહેતું હોય છે ત્યારે આ વર્ષે ઉનાળુ વેકેશન યુનિવર્સિટી અને કોલેજોમાં 16મે સુધીનું આપવામાં આવ્યું છે. જેને પગલે 20 મે પછી યુનિવર્સિટીઓ અને કોલેજોના યુજી અને પીજીના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાય તેવી શક્યતાઓ છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈપણ નિર્ણય લેવાયો નથી અને અગાઉ કેન્દ્ર સરકારે યુનિવર્સિટી, કોલેજ અને સ્કૂલોમાં શિક્ષણકાર્ય જૂન સુધી બંધ રાખવાની પણ જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.