ગુજરાતમાં વધુ 135 કેસ અને 8 મૃત્યુ સાથે રાજ્યમાં કોરોના બન્યો ચિંતાનો વિષય- જાણો ક્યાં કેટલા કેસ

રાજ્યમાં કોરોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. બુધવારે 12 કલાકમાં ગુજરાતમાં વધુ 145 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોનાની વધુ 8 લોકોના મોત નિપજ્યા છે. જયારે કોરોના જેવી મહામારી સામે 35 લોકો જંગ જીત્યા છે.

છેલ્લા 12 કલાકમાં જે કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં 67 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 1 કેસ, મહિસાગરમાં 9 કેસ, છોટા ઉદેપુરમાં 4 કેસ, બનાસકાંઠામાં 1, આણંદમાં 2 અને સુરતમાં 51 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યના કુલ પોઝિટિવ કેસ 2407 થયા છે. અને અત્યાર સુધી 179 લોકો ડિસ્ચાર્જ થયા છે. 2107 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.

રાજ્યના 28 જિલ્લાઓમાં કોરોનાનો પગપસેરો થઈ ગયો છે. નવસારીમાં 3 નવા કેસ નોંધાયા છે. બુધવારે 206 નવા કેસો અને 18 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે કુલ 103 લોકોનાં મોત નિપજ્યા છે. અમદાવાદમાં નિઝામુદ્દીન અને તબલીગી પછી પોઝિટિવ કેસોમાં વધારો થયો હતો.

જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં જે એક્ટિવ 2407 કેસ નોંધાયા છે તેમાંથી 13 લોકો હાલ વેન્ટિલેટર પર છે આમ ગુજરાતમાં કુલ 39421 કુલ ટેસ્ટ થયાં છે. જેમાંથી કુલ 2407 કેસ પોઝિટિવ આવ્યાં છે અને 37014 નેગેટિવ આવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.