ગુજરાતમાં વઘુ એક corona નો કેસ નોંઘાયો,મક્કાથી પરત ફરેલી કચ્છની મહીલાનો કેસ પોઝેટિવ

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા છે. હવે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 14 થઈ છે. અત્યાર સુધીમાં કુલ 189 લોકોને સેમ્પલ લેવાયા છે. જેમાંથી 148 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 28 રિપોર્ટ આવવાના બાકી છે. આજે કુલ 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર-વડોદરામાં 1-1 અને કચ્છમાં પણ 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

  • ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 14 પહોંચી
  • કચ્છમાં 59 વર્ષની મહિલાને કોરોનાનો પોઝિટિવ કેસ
  • મક્કા મદીનાથી પરત ફરેલી મહિલાને કોરોના પોઝિટિવ

કચ્છમાં શનિવારે બપોર બાદ કચ્છમાં 59 વર્ષીય મહિલાને પોઝિટિવ કેસ નોંધાયો છે. કચ્છની આ મહિલા વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. કચ્છની મહિલા મક્કા-મદીના હજ પઢવા ગઈ હતી. આ મહિલાના સંપર્કમાં આવેલા લોકોનું પણ મેડિકલ ચેકઅપ થશે.

કોરોના વાયરસે ગુજરાતમાં લાંબા સમય બાદ પગપેસારો કર્યો પણ છેલ્લા 24 કલાકમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 72 કલાકમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. 14 માંથી 13 કેસમાં દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની છે. જ્યારે સુરતના એક કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હી અને જયપુર હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.