ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાતની સાથે ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે દોડાદોડી, આ છે સંભવિત યાદી

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો માટે પેટાચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. 21 ઓક્ટોબરે ચાર બેઠકો માટે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીપંચે વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. જેમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે થશે મતગણતરી યોજાશે. આ પહેલા 27 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. અને 5 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે.

ચારેય બેઠકો પર ભાજપ કૉંગ્રેસના સંભવિદ ઉમેદવારોની વાત કરીએ તો, અમરાઈવાડીના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો ભાજપમાંથી મહેશ કુશવાહા, જયેશ પટેલ, કમલેશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો કોંગ્રેસમાંથી ધર્મેશ પટેલ, ઈલાક્ષી પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

તો આ લુણાવાડા માટે ભાજપમાંથી દિનેશ કુશવાહા, રમેશ દેસાઈ અને પ્રવિણ પટેલનું નામ ચર્ચામાં છે. જ્યારે કૉંગ્રેસમાંથી ધર્મેન્દ્ર પટેલ અને ઇલાક્ષી પટેલના નામ ચર્ચામાં છે.

થરાદ બેઠક માટે ભાજપ તરફથી શંકર ચૌધરી અને શૈલેષ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો બીજીતરફ કૉંગ્રેસમાંથી માંગીલાલ પટેલ, માવજી પટેલ અને આંબા સોલંકીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

વાત કરીએ ખેરાલુ બેઠકની તો, ભાજપમાંથી રમીલા દેસાઈ, રામસિંહ ડાભી અને કનુ ડાભી સંભવિત ઉમેદવારો છે. જ્યારે કૉંગ્રેસમાંથી આશા ઠાકોરનું નામ ચર્ચામાં છે. તો આતરફ લુણાવાડા બેઠક માટે ભાજપમાંથી જે.પી. પટેલ અને કૉંગ્રેસમાંથી હીરા પટેલ, પીકે ડામોર અને પીએમ. પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તમામ બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.