ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો પર્યાવરણ પ્રેમ, 10 ટન જેટલા કાગળોનો વપરાશ અટકાવ્યો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly) વર્ષે 2020-21ના બજેટ દરમિયાન એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. વિધાનસભાના અંદાજ પત્ર દિવસ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચના બાદ અંદાજે 10 ટન જેટલા કાગળોનો (Papers used) વપરાશ બચાવ્યો છે.

વિધાનસભા અંદાજ પત્ર દિવસે વિધાનસભા અંદાજપત્ર પ્રવચનની નકલ સાથે સાથે અંદાજ સમિતિએ નક્કી કરેલા 44 પુસ્તકોના 250 સેટ આપવામાં આવે છે. જેમાં એક સેટમાં અંદાજે 10 હજાર કરતા વધુ પણ હોય છે.એટલે કે 250 સેટમાં કુલ 25 લાખ પાનાઓ હોય છે.

વર્તમાન ડિજિટલ યુગમાં સોફ્ટ કોપી સ્વરૂપે જયારે મહૈતી એ ખુબ સરળતાથી આપી શકાય છે.ત્યારે પર્યાવરણની સુરક્ષાને ધ્યનમાં રાખી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ 18 ફેબ્રુઆરી એ મળેલ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોને વિનંતી કરી હતી કે અંદાજ પત્રની હાર્ડ કોપીના સ્થાને ગૃહના તમામ 182 સભ્યો અને અધિકારીઓને સોફ્ટ કોપી આપવામાં આવે.

જેમાં શાસક પક્ષે વિધાનસભાના અધ્યક્ષની આ વાતનો સ્વીકાર કરતા નાણાં વિભાગે વિપક્ષના ધસભ્યો અને વિધાનસભા સચિવાય ઉપયોગ માટે 250 ના સ્થાને 100 સેટ નું છાપકામ કરવામાં આવ્યું હતું,એટલે કે 150 સેટ ઓછા ચપટા 15 લાખ કાગળોની બચત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.