ગુજરાતના વિદ્યાર્થીઓ પણ દેશના દુશ્મનોને હંફાવશે, મોદી સરકારે રાફેલ મુદ્દે કરી નવી પહેલ

રાફેલ ફાઇટર પ્લેન બનાવતી ફ્રાન્સની કંપની દાસોલ્ટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ખાતે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ સ્થાપવામાં આવનાર છે. કંપની દ્વારા આ સેન્ટરમાં સ્પેસ એન્જિનિયરિંગ, શિપ બિલ્ડિંગ, રોડ કન્સ્ટ્રક્શન અને કાર મેકિંગ વિષય પર તાલીમ આપી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરાશે.

જીટીયુમાં આજરોજ મળેલી બોર્ડ ઓફ ગવર્નનન્સની બેઠકમાં દાસોલ્ટ તરફથી મળેલી દરખાસ્તની જાહેરાત કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જીટીયુ દ્વારા સેન્ટર સ્થાપવા માટે કંપનીને હકારાત્મક પ્રત્યુતર પાઠવી દેવામાં આવશે. ત્યારબાદ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કુલપતિ ડો.નવીન શેઠે કહ્યું કે, આ સેન્ટર સ્થાપવામાં ૯૦ ટકા ખર્ચ દાસોલ્ટ કંપની દ્વારા કરવામાં આવશે. બાકીની ૧૦ ટકા રકમ કેન્દ્ર સરકારની ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવશે. અમારે ફક્ત જમીન ફાળવવાની છે. સેન્ટર ઓફ એક્સેલન્સથી વિદ્યાર્થીઓને લેટેસ્ટ ટેક્નોલોજી શીખવાનો ફાયદો મળશે.

કંપનીના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે. સેન્ટર ક્યાં સ્થાપવું તે હજુ ફાઇનલ નથી. ચાંદખેડા અથવા તો લેકાવાડા ખાતે સેન્ટર સ્થપાશે. ભારત સરકારના સંરક્ષણ-ઉત્પાદન ક્ષેત્રે સંરક્ષણ ઉપકરણોના સ્વદેશી ઉત્પાદન પર સારી એવી વૃદ્ધિ પણ થઈ છે. તેના કારણે આ ક્ષેત્ર તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.