અમદાવાદઃ વર્ષ 2021માં ગુજરાતની વસતી વધીને 6.61 કરોડ થઇ જશે. પોપ્યુલેશન પ્રોજેક્શન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં 3.50 કરોડ પુરુષ જ્યારે 3.11 કરોડ મહિલાઓ હશે. જોકે 2011ની વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં 3.10 કરોડ પુરુષ અને 2.80 કરોડ મહિલાઓ હતી. 2011માં 5.90 કરોડ હતી જે 2021માં વધીને 6.61 કરોડ પહોંચી જવાનો અંદાજ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં વસતીમાં 70 લાખનો વધારો થઇ શકે છે. જ્યારે 2026માં ગુજરાતની વસ્તી 7 કરોડના આંકને વટાવી જશે તેવો અંદાજ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
2021માં ગુજરાતની કુલ વસતીના 57,16,000 25થી 29 વર્ષની વયના યુવાન હશે. જ્યારે 20થી 24 વર્ષના 55,76,000 યુવાનો હશે. જ્યારે 0થી 4 વર્ષની ઉમરના બાળકોની સંખ્યા 47,31,000 હશે. આ ઉપરાંત ગુજરાતમાં 2021માં 80 વર્ષથી વધુ વયના 8,39,000 વડીલો હશે. જેમાં 3,32,000 પુરુષો અને 5,07,000 મહિલાઓ હશે. જ્યારે 60થી 64 વર્ષની વયના 26,37,000 આધેડ હશે. જેમાં 13,42,000 પુરુષો અને 12,95,000 મહિલાઓ હશે.
2021ના વર્ષમાં ગુજરાતમાં બાળકો અને કિશોરોની સંખ્યા જોવામાં આવે તો 5થી 18 વર્ષની વયના કુલ 1,45,29,000 જેમાં 79,65,000 કિશોર જ્યારે 65,64,000 કિશોરીઓ હશે. 5થી 18 વર્ષની વયના બાળકોની સંખ્યા પૈકી 5 વર્ષની વયના કુલ 9,87,000 બાળકો જ્યારે 18 વર્ષની વયના 10,86,000 યુવાનો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.