Gujarat weather forecast: ગુજરાતમાં વધતા તાપમાન સાથે વરસાદનું પણ અનુમાન, જાણો શું કહે છે આગાહી
અંબાલાલ પટેલે ગુજરાતમાં 22 તારીખથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. ગુરૂવારે 13 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયુ હતુ. આ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદના જણાવ્યા પ્રમાણે, આજે કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. આજે કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે બાદ બીજા દિવસથી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે.
આ સાથે હીટવેવની આગાહી આપતા તેમણે જણાવ્યુ હતુ કે, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવ થવાની પણ આગાહી છે. આવનારા પાંચ દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી.
ગુરૂવારે રાજકોટ અને અમરેલીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર ગયો હતો. જ્યારે પોરબંદરમાં 39 ડિગ્રી, વડોદરા, ભુજ, સુરતમાં 38 ડિગ્રીને પાર તાપમાન નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 37ને પાર ગયો હતો.
હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઇ રહ્યા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અંશતઃ વાદળછાયું આકાશની સંભાવના છે. જ્યારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાન 22° ડિગ્રી સે. રહેવાની સંભાવના છે.
બીજી બાજુ અંબાલાલ પટેલે ગુજરાતમાં આજથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુરૂવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હતું જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું પરંતુ ફરી 22 તારીખથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આકરા તાપનો અનુભવ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.