ગુજરાતમાં યોજાનારી આઠ પેટાચૂંટણીઓને લઈને મોટા સમાચાર, HCએ ચૂંટણીપંચ અને મુખ્યચૂંટણી અધિકારીને નોટિસ ફટકારી

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં બ્યૂગલ વાગી રહ્યા છે. ગુજરાતમાં પેટા ચૂંટણીને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી કોરોના વાયરસના વધતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો હાલના સમયમાં પેટાચૂંટણી યોજાશે તો કોરોનાનું વધુ સંક્રમણ ફેલાશે અને ચૂંટણી દરમિયાન 50 લાખ લોકોની અવરજવર થશે તેથી તેને મોકૂફ રાખવામાં આવે. ત્યારે આ મુદ્દા પર આજે ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી કરાઈ હતી.

ગુજરાતમાં પેટા ચૂંટણીને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણીમાં અરજદારે ધારદાર દલીલો કરી હતી. અરજદારે નામદાર કોર્ટને જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં પેટાચૂંટણી યોજવી યોગ્ય નથી. જો રાજ્યમાં ચૂંટણી યોજાશે તો સંક્રમણનો ખતરો અનેક ઘણા વધી જશે. આ દલીલ પર ચૂંટણી પંચ અને મુખ્યચૂંટણી અધિકારીને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. હવે આગામી 19 ઓગસ્ટે આ મુદ્દા પર હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતની 8 પેટાચૂંટણી રોકવા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિત અરજી કરવામાં આવી છે. આ મામલે આજે હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અને હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી યોગ્ય નથી. જો આવા સમયે ચૂંટણી યોજાશે તો મહામારીના સમયમાં સંક્રમણ વધશે. આ વાત પર ગુજરાત હાઇકોર્ટે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને એક નોટિસ ઈશ્યુ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.