Guarat Weather: રાજ્યમાં પવનોની દિશા બદલાતાં તાપમાનમાં વધારો, પ્રથમ વખત સિઝનનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું

Weather of Gujarat: ગુજરાતમાં માર્ચ મહિનામાં લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવે લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે પણ કહ્યું કે હવે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.

Gujarat Weather Forecast: ગુજરાતમાં લોકો છેલ્લા કેટલાક સમયથી સતત ડબલ ઋતુનો અનુભવ કરી રહી છે. હજુ માર્ચ મહિનાના 10 દિવસો પસાર થયા છે અને રાજ્યમાં ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. એટલે કે હજુ ઉનાળો શરૂ થયો નથી પરંતુ ગરમી પડવા લાગી છે.

રાજ્યમાં વધી રહી છે ગરમી

તાજેતરમાં રાજ્યમાં માવઠું પડવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. પરંતુ હવે ફરી ગરમી પડવા લાગી છે. રવિવારે પણ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. રાજ્યમાં ગરમીના મામલામાં રાજકોટ ટોપ પર રહ્યું છે. રાજકોટમાં તાપમાન 37 ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે હવે ગરમીની શરૂઆત થઈ રહી છે.

રાજ્યના વાતવરણ અંગે હવામાન વિભાગની આગાહી 
રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાનું છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરની હોવાને કારણે તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સીઝનમાં પ્રથમવાર તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે કહ્યુ કે આગામી દિવસોમાં તાપમાન સૂકું રહેશે. આ સિવાય હવામાન વિભાગે વરસાદ કે માવઠાની કોઈ ચેતવણી આપી નથી. હવામાન વિભાગે કહ્યું કે હવે રાજ્યમાં ગરમી વધવાની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.