Heatwave Forecast in Gujarat : આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ ના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો જઇ રહી છે. તો અનેક વિસ્તારોમાં ગુરૂવારથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી આપાવમાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે.
આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આ સાથે આવનારા સાત દિવસોમાં લઘુત્તમ અન મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં નથી આવી.જોકે, કેટલાક વિસ્તારોમાં એકથી બે તાપમાનનો વધારો નોંધાશે.
સાથે તેમણે તાપમાનની વાત કરતા જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 37.4 ડિગ્રી સે., ગાંધીનગરમાં 37.2 ડિગ્રી સે. નોંધાયુ છે. ગુજરાતના અમરેલીમાં 40.2 ડિગ્રી સે. સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી સુધી તાપમાન જવાનું અનુમાન છે.
હીટવેવની આગાહી જણાવતા કહ્યુ કે, આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. આગામી ચાર દિવસ એટલે કે, આજથી 25મી તારીખ સુધીમાં કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે તેના પછીના બે દિવસ બાદ કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને દીવમાં હીટવેવની વોર્નિંગ છે.
મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવતા કહ્યુ છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ ના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.