ગુજરાતી ફિલ્મોના કોમેડિયન “કેસ્ટો ઇકબાલ”નું માર્ગ અકસ્માતમાં નિધન

ગુજરાતી ચલચિત્રોમાં કોમેડિયનનો રોલ કરનારા પ્રસિદ્ધ કલાકાર ઇકબાલ કેસ્ટોનું નિધન થયું છે. કેસ્ટો ઇકબાલ અને તેમના મિત્રનું વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ થયું છે. કેસ્ટો ઇકબાલ ફિલ્મનું શૂટિંગ પતાવીને વડોદરા આવી રહ્યા હતા તે સમયે અકસ્માત થયો હતો. ઈકબાલ કેસ્ટોએ 100થી વધારે ગુજરાતી ફિલ્મમોમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મોના ચાહકો ઈકબાલ કેસ્ટોને છોટે રમેશ મહેતા તરીકે ઓળખતા હતા.

ઈકબાલ કેસ્ટોએ પણ રમેશ મહેતાની જેમ લોકોના દિલ પર રાજ કર્યું હતું. વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં તેમનું મોત થયું છે. મૂળ ડભોઇના સુંદરકુવા ગામના ઇકબાલ અહેમદ મન્સુરી(61) ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરતા હતા.કેસ્ટો ઇકબાલ રવિવારે તેમના મિત્ર કાદર ગુલામ રસુલ મન્સુરી(51) ના નિમેટા પાસે પારસીપુરા ગામ પાસે ફાર્મ હાઉસમાં ગયા હતા. જ્યાં કેસ્ટો ઇકબાલની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું. શૂટિંગ પતાવીને મોડી રાત્રે બંને વડોદરા તરફ ટુ-વ્હીલર પર પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નં-48 ઉપર વાઘોડિયા બ્રિજથી કપૂરાઇ બ્રિજ તરફ જવાના રસ્તા પર ટુ-વ્હીલરને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.