ભાજપના નેતાઓમાં ફરીથી જૂથવાદ સામે આવ્યો છે. બે નેતાઓ વચ્ચેનો જૂથવાદ હવે પોસ્ટરમાં જોવા મળ્યો છે. કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા કનેસરા ગામમાં સિંચાઈ યોજનાના લોકાર્પણ સમારોહનાં નિમંત્રણના પોસ્ટરમાં ભરત બોધરાને સ્થાન આપવામાં આવ્યું નથી. ભરત બોધરા પાસે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજાનાના ચેરમેનની મહત્ત્વની જવાબદારી છે, છતા પણ તેમને પોસ્ટરમાંથી બાકાત કરવામાં આવ્યા છે.
ભાજપના કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચે તકરાત અવાર નવાર સામે આવે છે. એ પછી ભલે જનતાનો કાર્યક્રમનો હોય કે, પાર્ટીનો કાર્યક્રમ હોય. મહત્ત્વની વાત કહી શકાય કે, જળ સંચયના યોજના ભરત બોઘરાના દાયરામાં આવે છે અને જે વિસ્તારમાં કાર્યક્રમ છે, તે વિસ્તાર તેમનો પૂર્વ ધારાસભ્ય તરીકે ભરત બોઘરાનો મત વિસ્તાર છે અને તે વિસ્તારમાં કાર્યક્રમના પોસ્ટરમાંથી ભરત બોઘરાનો ફોટો ગાયબ છે.

સુત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યુ છે કે, કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી મતભેદ થયો હતો અને હવે આ મતભેદ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.