ચોમાસું ગયાને ઘણો સમય વીતી ગયો છે. છતાં રાજ્યમાં કમોસમી વરસાદ હાલ પણ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના અન્ય મોટાભાગે પાકને નુકસાન થતા જગતનો તાત ફરી ભારે ચિંતામાં મૂકાયો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે, હવે દરિયામાં પણ ખતરો વધ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે અમરેલીના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. આ પહેલા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.
અરબ સાગરમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેથી પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત પણ કરવામાં આવ્યા છે. આ પહેલા વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.