ગુજરાતમાં વાવાઝોડા બાદ હવે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. ગુજરાતમાં ભૂકંપના 5 આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ગુજરાતમાં પાંચ જગ્યાએ ભૂકંપના આંચકાની વાત કરીએ તો જામનગરમાં 2.6 અને 3ની તીવ્રતાના 2 આંચકા અનુભવાયા છે, જ્યારે ભચાઉમાં 2.4ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. મહુવામાં 3.8ની તીવ્રતાનો અને તાપીમાં 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.
ગુજરાતનું નવુ વર્ષ જરાય સારૂ નથી. દરિયામાં સર્જાયેલા ‘ક્યાર’ ચક્રાવાત જતા જતા પણ ગુજરાતને ઘમરોળી મુક્યુ છે ત્યાં આજે ભૂકંપના આચંકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતમાં આજે સવારથી ભૂકંપના આચંકા અનુભવાયા છે.
છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે લોકોના હાલ બે હાલ કરી મૂક્યા છે. રાજ્યમાં પાંચ જગ્યાએ હળવાથી ભારે ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં ભચાઉમાં 2.4 રિક્ટરસ્કેલનો આચંકો આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.