જોધપુર : રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot)એ ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિશાના પર વળતો હુમલો કરતાં પોતે પડકાર આપ્યો છે. ગહલોતે કહ્યુ કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ (Politics) છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસોથી દારૂબંધી (Liquor Ban)ના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે.
આ પહેલા 5 ઑક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, દારૂબંધીથી કોઈ ફાયદો નથી થતો. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યુ હતું કે, ગહલોત આવું નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, તેમને માફી માંગવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.