દારૂબંધી (Liquor Ban) પર રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)એ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત (Gujarat)માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત (Consumption) સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગેહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.
રાજસ્થાનમાં દારૂબંધીની માંગ પર રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યુ કે, તેઓ તેના સમર્થક છે પરંતુ જ્યાં સુધી કડક વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં કોઈ તેનો કોઈ અર્થ નથી. ગેહલોતે તેના માટે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યુ કે, આઝાદી (Independence) બાદથી જ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સ્થિતિ એવી છે કે ત્યાં સૌથી વધુ તેની ખપત છે અને ઘરે-ઘરે દારૂ પીવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.