ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી સાચી ઠરી, આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો

હવામાન વિભાગે રાજ્યમાં 13 અને 14 નવેમ્બરે હળવાથીમધ્યમ વરસાદ પડવાની આગાહી કરી હતી, જે સાચી ઠરી છે. રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજકોટ અને બાબરામાં મંગળવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેમજ ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં. એક તરફ શિયાળાની શરૂઆત છે ત્યાંરે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટણા પડ્યા છે.

રાજકોટમાં મંગળવારે રાત્ર 8.30 કલાકે અચાનક અડધો ઈંચ વરસાદ તૂટી પડયો હતો. જોરદાર ઝાપટુ વરસી જતાં રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા. શિયાળાનો આરંભ થઈ ચૂકયો છે ત્યારે કમોસમી વરસાદથી આશ્ચર્ય છવાયુ છે. મહાપાલિકાની ફાયર શાખાએ જણાવ્યું કે રાત્રે 9 કલાક સુધીમાં મધ્ય રાજકોટમાં 11 એમએમ,પશ્ચિમમાં 5 એમએમ અને પૂર્વમાં 7 એમએમ વરસાદ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.