મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ચાયના એસોસિયેશન ઑફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝીઝ (CASME) વચ્ચે ગુજરાતમાં રોકાણોને વ્યાપકપણે પ્રેરિત કરવા અંગેના બે મહત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
ધોલેરા સ્પેશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (SIR)ની SPV ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ અને CASME વચ્ચે થયેલા આ MoU અંતર્ગત રૂ. 10,500 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથે ધોલેરામાં ચાયના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આગામી દિવસોમાં શરૂ કરાશે.
આ પાર્કમાં પ્રદૂષણ રહિત અને હાઇ ટેકનોલોજીયુકત ઊદ્યોગો ચીનના ઊદ્યોગકારો શરૂ કરશે અને પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ મળીને કુલ 15 હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગાર અવસર પણ મળતા થશે. આ MoU ઉપર મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ઊદ્યોગ અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ CASME ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ વૈન્ડોંગ યીને હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ MoU વેળાએ ચાયનીઝ ડેલિગેશનને ગુજરાતમાં મોટા પાયે આવી રહેલા FDI સંદર્ભમાં જણાવ્યું કે, આગામી ર૦રર સુધીમાં ચાયનીઝ ઉદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.