ગુજરાતમાં રસ્તાઓના સમારકામ માટે સીએમ રૂપાણીએ આટલા કરોડ ફાળવ્યા

આ વર્ષે રાજ્યમાં બિમાર રસ્તાઓના સમારકામ માટે CM રુપાણીએ કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. 162 નગરપાલિકાઓમાં માં રૂા. 172 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. 

રસ્તાની સુવિધાના કામોમાં વૃધ્ધિ માટે રૂા. 12.30 કરોડ 31 નગરપાલિકાઓને ફાળવાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 162 નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂા. 160.48 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે

આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરોમાં માર્ગોને થયેલા નુકસાનની મરામત માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરાશે. CM દ્વારા કરોડોની ગ્રાન્ટ તો મંજૂર કરવામાં આવી છે પણ શું રોડ રસ્તાના સમારકામના ખર્ચનું ભારણ સરકારના શિરે હોય? કેમ કે, કોન્ટ્રાક્ટરોને માથે અમુક વર્ષો સુધી રસ્તા રિસરફેસ અને સમારકામની જવાબદારી હોય છે એમ છતાં રૂપાણી સરકારે પોતાને શિરે જવાબદારી લઈને ગ્રાન્ટ ફાળવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.