ચાલું વર્ષે ગુજરાતમાંથી મેઘરાજા જવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના તમામ લોકોને ઝાટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 અને 5 ડિસેમ્બરના રોજ વરસાદની આગાહી કરી હતી.
અમદાવાદનાં હવામાન વિભાગનાં ડાયરેકટર, ડો. જયંત સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો ગીર-સોમનાથ અને જૂનાગઢમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.
હવે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લો પ્રેશર સક્રિય થયાં છે. જેમાંથી દક્ષિણ પશ્ચિમ તરફનું લો પ્રેશર 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 72 કલાકમાં સોમાલીયા તરફ આગળ વધશે. જ્યારે અન્ય દક્ષિણ પૂર્વમાં સર્જાયેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થવાથી રાજ્યનાં કેટલાર વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યા છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રનાં દરિયાકિનારાનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.