આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે મોટા દાવાઓ કરી રહી છે અને કેજરીવાલની નજર ગુજરાતની વિધાનસભા પર છે ત્યારે કેજરીવાલ બાદ હવે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે.
સુરત એરપોર્ટ દ્વારા આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમનું સ્વાગત કર્યું હતું અને સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે.
આજે સુરતમાં આમ આદમી પાર્ટીમાં વધુ કેટલાક કાર્યકર્તાઓ જોડાઈ શકે છે જ્યારે મોટા પાટીદાર ઉદ્યોગપતિ પણ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે.
આમ આદમી પાર્ટીનો દાવો છે કે તે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના એક મોટા વિકલ્પ તરીકે બહાર આવશે. જ્યારે બીજી તરફ ભાજપનો આરોપ છે કે આપ કોંગ્રેસની બી ટીમ છે અને કોંગ્રેસનો પણ આરોપ છે કે ભાજપને જીતાડવા માટે જ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.