અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં મુસ્લિમોને અલગ સ્થળે પાંચ એકર જમીન ફાળવવાનો જે આદેશ કર્યો છે ત્યાં ભવ્ય મસ્જિદ બનાવવાની જવાબદારી ગુજરાતના સૂફી પંથી મુસ્લિમોએ ઉપાડવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં શાખાઓ ધરાવતા મુહીબ્બાને એહલેબૈત ફાઉન્ડેશને સુન્ની વકફ બોર્ડને એવો પ્રસ્તાવ આપ્યો છે કે, જો તે આ પાંચ એકર જમીન સ્વીકારવાનો નિર્ણય કરે તો ગુજરાતના સૂફીઓ ત્યાં ભવ્ય મસ્જિદ બનાવવા તૈયાર છે, આનું મોડેલ પણ તૈયાર કરાયું છે અને તેનો સઘળો ખર્ચ પણ તેઓ ઉપાડવા તૈયાર છે.
સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો જે આદેશ કર્યો છે તે અન્વયે આ જમીન મેળવવી કે નહીં તેનો નિર્ણય કરવા ૨૬મીએ સુન્ની વકફ બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે, ગુજરાતના સૂફી પંથના તમામ લોકોએ સંગઠિત થઈ જો જમીન લેવાનો નિર્ણય થાય તો ત્યાં મસ્જિદ બનાવવા તેઓ તૈયાર હોવાનું જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.