આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 150 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. નવરાત્રી સુધી વરસાદ રહ્યો હતો સતત વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના રોડ રસ્તાને વ્યાપક નુકસાન થયું છે. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના મોટા શહેરો સહિતના અન્ય નાના ગામડાઓના રોડ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. ગુજરાતમાંથી પસાર થતા અનેક નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવેમાં મોટા ગાબડા પડી ગયા છે.
આવા ઉબડખાબડ રોડને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ ભૂતકાળમાં કોન્ટ્રાકટરોએ રોડ રસ્તાનું જે કામ કર્યું હતું તે પણ ખૂબ જ નબળું હોવાને કારણે રસ્તા ને વધુ નુકસાન થયું છે. આવી પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે જેને પગલે સરકારે પણ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
સરકારે સમગ્ર રાજ્યમાં પણ વરસાદને કારણે રસ્તા તૂટ્યા હોય કે રસ્તા રીપેરીંગની જરૂરત હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગનું કામ કરવાનો આદેશ આપી દીધો છે. એટલું જ નહીં તેના માટેની નાણાકીય ગ્રાન્ટ પણ આપવાની શરૂ કરી દીધી છે.જોકે રોડ રીપેરીંગનું કામ શરૂ થયા બાદ પણ વરસાદ ચાલુ રહ્યો હતો જેને કારણે કામ અધૂરું રહ્યું હતું પરંતુ હવે વરસાદે સત્તાવાર રીતે ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. આથી સરકારે તંત્રને આદેશ આપી દીધો છે કે દિવાળીના તહેવારો પહેલા કોઈ પણ ભોગે તમામ તૂટેલા રસ્તાઓ અને ખાડા પડ્યા હોય તેવા રસ્તાઓનું રીપેરીંગ પૂરું કરી દેવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.