જે રાજ્યમાં અમૂલથી આખા દેશમાં શ્વેતક્રાંતિ થઇ તે દૂધ ઉત્પાદન કરવાના વાર્ષિક વધારો કરવામાં ગુજરાત 8માં નંબર પર આવીને ઊભું છે. ભારતમાં 15 મહત્વના રાજ્યો છે કે જે દૂધ પેદા કરવામાં આગળ છે. 15માંથી 8મું સ્થાન ગુજરાતનું છે. ગુજરાત પહેલા કર્ણાટક (10.7) અને તમિલનાડુ (8) આગળ છે. એમ હમણાં જ જાહેર થયેલા પશુ વસતી ગણતરીના અહેવાલ સાથે વિગતો જાહેર કરી છે. જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. કારણ કે ગયા ચોમાસામાં દૂધની આવક ઘટી ગઈ હતી. તેની પાછળ સૂકો ધાસચારો અને ખાણદાણના ઊંચા ભાવ હોવાનું ડેરી સંગઠન દ્વારા જાહેર કરાયું હતું. તેથી હવે દૂધ ઉત્પાદન વિકાસ દરમાં ગુજરાત પાછળ ધકેલાઈ રહ્યું છે.
ગુજરાતની તમામ ડેરીઓમાં રાજનેતાઓએ કબજો જમાવી દીધો છે તેથી તેમાં હરે પારાવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં અમૂલ ડેરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. દૂધસાગર, બનાસ ડેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. 2019ના ચોમાસામાં દૂધની રોજની 10 લાખ લિટર દૂધની આવક ઘટી છે. 30થી 32 લાખ લિટર રોજનું દૂધ આવે છે. સૂકો ઘાસચારો અને દાણ મોંઘું હોવાના કારણે ખવડાવી શકતાં નથી. તેથી ઉત્પાદન ઘટી રહ્યું છે.
વર્ષ 2018 સુધીમાં, ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં અગ્રેસર છે, જે વૈશ્વિક બજારના હિસ્સામાં 19% ધરાવે છે. ભારતમાં દૂધ પ્રોસેસિંગ ઉદ્યોગનો નાણાકીય વર્ષ 2018 અને નાણાકીય વર્ષ 2023 વચ્ચેના સંયોજન વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) પર 14.8% નો વિસ્તાર થવાની ધારણા છે, અને નાણાકીય વર્ષ 2023 માં રૂ. 2,458.7 કરોડ સુધી પહોંચશે.
અમૂલ દૂધ અને ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડનું 31 માર્ચના રોજ પૂરા થયેલા વર્ષમાં ટર્નઓવર 13% વધીને રૂ. 33,150 કરોડ થયું છે. અમૂલ જૂથનું ટર્નઓવર 45,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે, જે ગયા વર્ષ 2017 કરતા 13% વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.