ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યુ હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે.
સાથો સાથ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું જણાવ્યુ હતુ. તો 31 મી માર્ચ સુધી શાળા કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મોલ સિનેમાઘરો પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
સુરતમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અડાજણના યુવકને શરદી-ખાસીની તકલીફ સામે આવતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
બન્ને શખ્સ ફેબ્રુઆરી માસમાં વિદેશથી સુરત આવ્યા હતા. જેમાથી એક યુવક દુબઈ અને બીજો સિંગાપુરથી આવ્યો હતો. ત્યારે બન્ને યુવકના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવમાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં આઠ જેટલા શંકાસ્પદ કેસ,જે પૈકી છ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના વાયરસ ના કહેર બાદ અત્યાર સુધી સુરતમાં 726 અને જિલ્લામાં 60 લોકો વિદેશથી પરત ફર્યા છે. જે પૈકી હાલ 274 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે.
સુરતમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા
સુરત (Surat) શહેરમાં નરમ ગરમ વાતાવરણ વચ્ચે આજે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઇને 31.8 ડિગ્રી નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધી શકે તેમ છે.
હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ આજે સુરતનું અધિકતમ તાપમાન 31.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 19.4 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 19 ટકા, હવાનું દબાણ 1011.2 મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના 10 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.
સુરતમાં 726 અને જિલ્લામાં 60 લોકો વિદેશથી પરત ફર્યા
હવામાન વિદેના જણાવ્યા મુજબ આ અઠવાડિયે સુરતનું હવામાન નરમ ગરમ જોવા મળ્યુ હતુ. સુરતનું તાપમાન 28 થી 30 ડિગ્રી વચ્ચે નોંધાયુ હતુ. પરંતુ હવે જમીન પરના ગરમ પવન સક્રિય થયા છે.
આથી આગામી અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધશે. આમ કોરોના(Corona) વાયરસ વચ્ચે સુરતમાં ગરમીનું પ્રમાણ વધવાથી તંત્રને રાહત થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.