AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ દેશમાં કોરોનાની બીજી લહેરને રોકવા માટે ગત વર્ષની જેમાં કડક અને સંપૂર્ણ લોકડાઉનલગાવવાની માંગ કરી છે. ગુલેરિયાએ કહ્યું કે જે વિસ્તારમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. ત્યાં સખત લોકડાઉન લગાવાવની જરુર છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગુલેરિયાએ કહ્યું કે દેશ બીજી લહેરમાં ફસાયો છે. કોરોના ફેલાઈ રહ્યો છે તેની સ્પીડ ભયંકર છે.
તેમણે કહ્યુ કે વાયરસ સંક્રમણના ચાલતા સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ઘણુ દબાણ છે અને માનવ સંસાધન પર તેમની ક્ષમતાથી વધારે બોઝ પડી રહ્યો છે. એવું કેમ થઈ રહ્યું છે તેના જવાબમાં તેમણે કહ્યું કે સંક્રમણના મામલ ઓછા નથી થઈ રહ્યા. તેવામાં તેને ઓછા કરવા આક્રમક રીતે કામ કરવુ જરુરી છે. કાં તો આક્રમક કન્ટેનમેન્ટ કરવામાં આવે અથવા લોકડાઉન કે પછી કંઈ પણ કરવામાં આવે એ બહુ જરુરી છે
ગુલેરિયાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યુ કે આપણને લાગ્યુ કે રસી આવી તો મામલા ઓછા થયા છે. પણ લોકો બેદરકાર થઈ ગયા છે. પરંતુ કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમણ માટે આ મહત્વનુ નથી રહેતુ. વાયરસ મ્યૂટેટ કરી શકે છે અને ભારત જેવા દેશોમાં જંગલમાં આગની જેમ ફેલાઈ શકે છે. તેમણે કહ્યુ કે હર્ડ ઈમ્યુનિટીની આશા રાખવવી અયોગ્ય છે. જો વાયરસ મ્યૂટેટ કરશે તો હર્ડ ઈમ્યૂનિટીનો કોઈ મતલબ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.