ગુમ થયેલી વૃષ્ટીનો માતાને ઈ-મેલ, ‘આવું કરવાનો મારો ઇરાદો ન હતો, ચિંતા ન કરશો, મને નોકરી મળી ગઈ છે’

શહેરમાંથી વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે. અત્યાર સુધી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતી હતી. ત્યારે હવે વૃષ્ટીએ તેની માતાને ઇ-મેલ કર્યો હોવાની માહિતી પોલીસને મળી છે. ઇ-મેલમાં વૃષ્ટીએ તેની માતાને લખ્યું છે કે તેને નોકરી મળી ગઈ છે અને ઘર છોડ્યાનું તેને દુઃખ છે. આ વાતમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. હાલ નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઇપી એડ્રેસ આધારે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના હાઇપ્રોફાઇલ વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં પોલીસને મહત્વની કડી મળી છે. વૃષ્ટીની માતાને ઇ-મેલ મળ્યો છે. આ ઇ-મેલ વૃષ્ટીએ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઇ-મેલમાં તેણીએ લખ્યું છે કે તેને નોકરી મળી ગઈ છે. સાથે તેણે બધાની માફી પણ માંગી છે. આ ઇ-મેલમાં વૃષ્ટીએ શિવમ અંગે કોઈ ઉલ્લેખ ન કરાતા અનેક શંકાઓ ઉભી થઇ છે.

વૃષ્ટીએ ઇ-મેલમાં શું લખ્યું છે?

હેલો મમ, તમે મારી ખૂબ ચિંતા કરી રહ્યા છો તેનો સૌ પહેલા હું માફી માંગું છું. આવું કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. તમને દુઃખ પહોંચ્યું છે તેની હું માફી માંગું છું.

એવી અમુક વસ્તુ હતી જેની સાથે હું રહી શકું તેમ ન હતી. તમે જ્યારે ગયા હતા ત્યારે મને એક ખૂબ આધ્યાત્મિક અનુભવ થયો હતો, આ વાત મેં તમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અનુભવને કારણે મારે આવું પગલું ભરવું પડ્યું છે. હું તમને ઇ-મેલ કરીને કહેવા માંગું છું કે હું એકદમ બરાબર છું. મને નોકરી મળી ગઈ છે. મારા દરેક પગલે પપ્પાનો મને સાથ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.